68 વર્ષની ઉંમરે ત્રીજીવાર દુલ્હો બન્યા મનીષ સાલ્વે, લગ્નમાં મુકેશ અંબાણી અને લલિત મોદી જેવા…

દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે એમણે 68 વર્ષની ઉંમરમાં ફરીથી ત્રીજા લગ્ન કર્યા છે. જણાવી દઈએ સાલ્વેએ 2020માં બીજા લગ્ન કર્યા હતા હરીશ સાલ્વે કેન્દ્ર સરકારની નવી રચાયેલી વન નેશન-વન ચૂંટણી સમિતિના સભ્ય પણ છે. હરીશ સાલ્વેએ હાલમાં એમના ત્રિના સાથે ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા.

38 વર્ષ બાદ છૂટાછેડા લીધા
તેમની પહેલા તેમણે મીનાક્ષી કે જેઓ પહેલી હતી અને તેના બાદ બીજી પત્ની કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતા. સાલ્વે અને તેમની પૂર્વ પત્ની મીનાક્ષીએ લગ્નના 38 વર્ષ બાદ ત્રણ વર્ષ પહેલા જૂન 2020માં છૂટાછેડા લીધા હતા. તેમને બે દીકરીઓ છે સાક્ષી અને સાનિયા. જણાવી દઈએ નીતા અંબાણી, લલિત મોદી અને ઉજ્જવલા રાઉત સહિત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હરીશ સાલ્વેના લગ્નમાં હાજરી આપી હતી.સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા 68 વર્ષીય વકીલ સાલ્વે કુલભૂષણ જાધવ સહિતના કેટલાક હાઈ પ્રોફાઈલ કેસનો ભાગ રહી ચુક્યા છે.

માત્ર 1 રૂપિયો લીધો હતો કેસ લડવાનો
જયારે જાધવને જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની સૈન્ય અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારે વકીલ સાલ્વેએ જાધવ વતી કેસ લડવા માટે કાનૂની ફીમાં માત્ર રૂ 1 લીધો હતો એમની આ સારી માણસાઈ ને લઈને એમની દેશમાં ખુબ પ્રશંસા થઈ હતી. ટાટા ગ્રૂપ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસી ગ્રૂપ તેમના કેટલાક મુખ્ય ગ્રાહકો છે.

સલમાન ખાન નો પણ કેસ લડી ચુક્યા છે
હરીશ સાલ્વે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ એન્ટિ-ડમ્પિંગ કેસની દલીલ કરી ત્યારે એમની નામનામાં ખુબ વધારો થયો હતો. 2015માં હરીશ સાલ્વેએ 2002ના હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમને અગાઉ પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. મિત્રો આવા અનેક ન્યુઝ વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો.

Leave a Comment